Monday, May 18, 2009 at 7:59 AM

કેવી રળીયામણી આ રાત છે.. એક તો તારાજળીત આકાશ અને એક તારો સાથ છે.

બગીચાનાં ફુલો પણ આજે કઇક વધારે મહેકી રહ્યા છે.

કે, આ માત્ર મારી કોરી કલ્પના છે કે, પછી તારા મિલનની સોગાત છે.

આખો દિવસ સાથે ને સાથે જ છીએ, પછી કેમ મધુર આ મુલાકાત લાગે છે ?

હજારો વાતો અને અનેક વિચારો સાથે કેમ, તારી આવવાની રાહ જોઉ છું.

કેમ તને મળતા જ બધા વિચારો બાષ્પીભવન થઇ જાય છે..? કેમ હજારો શબ્દો મૌનની ચાદર ઓઢી લે છે.?

કેમ તને મળતા જ, જુદા થઇ જવાની બીક લાગવા લાગે છે ?

કેમ ?

0 comments

Post a Comment

Gusttakhee | Powered by Blogger | Entries (RSS) | Comments (RSS) | Designed by MB Web Design | XML Coded By Cahayabiru.com